Uncategorizedगुजरातताज़ा ख़बरें

રોટી ક્લબ ઓફ પાટણ દ્વારા મૂકબધિર ક્રિકેટ કપનું આયોજન વિવધ ટીમોએ ભાગ લીધો

રોટી ક્લબ ઓફ પાટણ દ્વારા મૂકબધિર ક્રિકેટ કપ 2024નું આયોજન રોટરી કલબ ઑફ પાટણ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી મૂકબધિર મિત્રો માટે ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવે છે. કુદરતે વાચા નથી આપી તેવા બાળકોને મનોરંજન મળી રહે અને તેમનામાં ખેલદિલીની ભાવના પ્રગટ થાય અને શારીરિક ક્ષમતા કેળવાય તથા અન્ય લોકો સાથે હળી મળીને સમભાવ પેદા થાય તે હેતુસર ક્રિકેટ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું. આ ક્રિકેટ કપની અંદર પાટણ જિલ્લાના કુલ ચાર તાલુકાઓની ટીમો પાટણ, સિધ્ધપુર, રાધનપુર અને હારીજ ટીમોએ ભાગ લીધો હતો.

રોટરી કલબ પાટણ દ્વારા વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી, રનર્સ ટીમને રનર્સ ટ્રોફી, મેન ઓફ ધ મેચ ટ્રોફી, બેસ્ટ બેટ્સમેન ટ્રોફી, બેસ્ટ બોલર ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા. 50 ખેલાડીઓને રોટરી કલબ પાટણ દ્વારા વિશિષ્ટ ટીશર્ટ આપવામાં આવી તથા મુકબધીર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દરેકને બેગ આપવામાં આવી હતી. મુકબધિર મિત્રો માટે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું. ખૂબ આનંદ અને ઉત્સાહથી મેચનો આનંદ માણ્યો. તમામ મૂકબધીર ખેલાડીઓએ રોટરી કલબ ઑફ પાટણનો દિલથી આભાર વ્યકત કર્યો હતો. .

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!