गुजरातताज़ा ख़बरेंसूरत

પુણાગામ, એસબીઆઈ બેંકમાં આગ લાગી

બેંકના સર્વર રૂમમાં આગ લાગી

પ્રાપ્ત માહિતી અનુસાર પુણાગામ યોગીચોક માં આવેલી એસબીઆઈ બેંક માં સોમવારે વહેલી સવારે ચારેક વાગ્યા નાં અરસામાં બેંકના સર્વર રૂમમાં એસી માં ઓવર હિટિંગ થતાં આગ ભભૂકી ઉઠી હતી. તેના કારણે ધુમાડો નીકળતો જોઈ અહીં તેનાત સિક્યુરિટી ગાર્ડે ફાયર કંટ્રોલ ને જાણ કરતા, પુણા ફાયર સ્ટેશન નો કાફલો ઘટનસ્થળે પહચ્યો હતો. ફાયર સબ ઓફિસર ભૂપેન્દ્ર રાજે જણાવ્યુ હતુ કે, આગને કારણે ધુમાડો વધારે પ્રમાણમાં હોવાથી અને બેંક બંધ હોવાથી વેન્ટિલેશન માટે કોઈ જગ્યા ન હતી. તેના કારણે ધુમાડો અંદરની તરફ વધુ પડતો ફેલાઇ ગયો હતો. જેથી ફાયર જવાનોને બીએસએફ સાથે અંદર મોકલવામાં આવ્યા હતા. જો કે અડધો કલાક ના સમયગાળા મા આગ સહિત તમામ પરિસ્થિતિ ઉપર કાબુ લઈ લેવામાં આવ્યો હતો. બેંકની 35 જેટલી બેટરી, ઇન્વર્ટર અને બે કોમ્પુટર બળી ગયા હતાં. જોકે મોટું કોઈ નુકસાન થાય એ પહેલા જ બધુ કંટ્રોલ મા કરી લેવામાં આવ્યુ હતુ.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!