
પાટણ જિલ્લાના
વારાહી ગૌશાળામાં ખરાબ વીજ કેબલ બદલવામાં તંત્રના આંખ આડા કાન: ખરાબ કેબલ વાયર હોવાના લીધે વારંવાર વીજ ફોલ્ટ થાય છે
રીપેરીંગ કરી સંતોષ માનતા વીજ કંપનીના અધિકારીઓ ક્યારે વાયર બદલશે કોઈ દુર્ઘટના સર્જાય પછી.
વારંવાર વીજ ફોલ્ટ સર્જાતો હોઈ ગૌશાળાના સંચાલકો દ્વારા વારાહી વીજ કચેરીમાં કેબલ બદલવા અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય!! તંત્રની લાપરવાહી સામે અનેક સવાલો.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગૌશાળા ખાતે વીજ ટ્રાન્સફોર્મરમાંથી મીટર સુધીનો કેબલ ખરાબ થઈ જતાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે જેને લઇને ગૌશાળાના સંચાલકો દ્વારા વારાહી ખાતે આવેલ કચેરીમાં કેબલ બદલવા વારંવાર રજૂઆતો પણ અનેક વાર કરવામાં આવી છે. રજૂઆત કરવા છતાં વીજ તંત્ર દ્વારા છેલ્લા બે મહિના થી કેબલ બદલવામાં આવતો નથી જેને લઈને ગૌશાળામાં મોટો વીજ અકસ્માત સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે.
વારાહી ગૌશાળામાં ગાયો માટે પાણીની સગવડ કરવા ગૌશાળામાં બોર બનાવેલો છે. આના સિવાય પણ ગૌશાળામાં બીજા ઘણા વીજ ઉપકરણો કાર્યરત છે.ગૌશાળાને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તેના માટે વીજ કંપની દ્વારા ગૌશાળામાં વીજટ્રાન્સફોર્મર નાખેલ છે.ટ્રાન્સફોર્મરમાંથી વીજ મીટર સુધી નાખેલ કેબલ કેટલાક સમયથી ખરાબ થઈ જતા ગૌશાળામાં વારંવાર વીજ સમસ્યા ઊભી થાય છે. થોડા સમય પહેલા વીજ ફોલ્ટ સર્જાતા ગૌશાળામાં બનાવેલા બોરની મોટર પણ બળી જવા પામી હતી વારંવાર સર્જાતા વીજ ફોલ્ટથી ગૌશાળામાં કાર્યરત વીજ ઉપકરણોને નુકસાન થતા ગૌશાળાના સંચાલકો દ્વારા ટ્રાન્સફોર્મરથી મીટર સુધીનો ખરાબ થયેલ કેબલ બદલવા વારાહી ખાતે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં અનેક રજઆતો કરી હતી. અને જ્યારે ગૌશાળામાં વીજફોલ્ટ સર્જાય ત્યારે વીજકર્મીઓ દ્વારા રિપેરિંગ કામ કરાય છે પરંતુ કેબલ બદલાતો નથી જ્યારે ગૌશાળાના મેનેજર દ્વારા વીજ કંપનીમાં કેબલ બદલવા બાબતે રજૂઆત કરાઇ છે પણ છેલ્લા બે માસથી કોઈપણ કાર્યવાહી કરી નથી.તેવું સંચાલકોએ જણાવ્યું હતું.તો બીજી તરફ વારંવાર વીજ ફોલ્ટ સર્જાતો હોઈ ગૌશાળાના સંચાલકો દ્વારા વારાહી વીજ કચેરીમાં કેબલ બદલવા અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે ત્યારે ચોક્કસ થી કહી સકાય કે વીજ તંત્ર ની લાપરવાહી કોઈ મોટી દુર્ધટના ની રાહ જોઈ રહ્યુ હોય તેમ જણાય આવે છે.અને નો કોઈ દુર્ઘટના ઘટે તો આના માટે જવાબદાર વીજ તંત્ર રહેશે તેવું ગૌ સેવકોએ જણાવ્યું હતું.





