गुजरातताज़ा ख़बरेंसूरत

અલથાણ પોલીસે હોટલ માંથી કુટણખાનું ઝડપી પાડ્યું

આકાશ હોટલ મા ચાલી રહ્યો હતો આ ધંધો

સુરત શહેર ના અલથાણ વિસ્તાર માં આકાશ હોટલ મા ચાલી રહેલા કૂટણખાના ને ઝડપી પાડી પોલીસે દરોડો પાડી ગ્રાહકો ને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને હોટલ ના માલિક તથા રિશેપ્સન પર રહેલી વ્યક્તિ અને ગ્રાહક ની ધરપકડ કરી હતી તેઓની સામે યૌન શોષણ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલથાણ વિસ્તાર માં ફોર પોઇન્ટમા પહેલા માળે હોટલ આકાશ માં કુટણખાનું ધમધમી રહ્યું છે. તેવી બાતમીના આધારે સાંજે ૮ થી ૯ વાગ્યાના સમય દરમ્યાન પોલીસે હોટેલમાં દરોડા પાડી હોટલ નાં રૂમ ચેક કરતા રૂમ નંબર ૧૦૩ માંથી એક મહિલા અને એક પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે બહાર લાવી પૂછપરછ કરતાં આ સાથે જ હોટલ મા નોકરી કરતા ૨૦ વર્ષીય પરિતોષ ગૌતમ મહંત ની પોલીસે પૂછપરછ કરતાં તેણે ગ્રાહકો પાસેથી ૨૫૦૦ રૂપિયા મા શરીરસુખ માણવાની સગવડ પુરી પાડતા હોવાની કબુલાત કરી હતી. એમાંથી ૫૦૦ રૂપિયા જ મહિલાને આપવામાં આવતા હતા. અલથાણ પોલીસે હોટલના માલિક સુનિતા રાજેશ પટેલ અને પરિતોષ મહંતો તેમજ પ્રિન્સ રમેશભાઈ સોનાણી સામે યૌન શોષણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!