Uncategorizedताज़ा ख़बरें

રાજુલાના વડ ગામે કોપર પ્લાન્ટ ન આવે તે માટે મીંટીગ યોજાઇ….

ફરી કોપર પ્લાન્ટ શરૂ થવાના સમાચારથી વિરોધનો વંટોળ સર્જાયો

રાજુલાના વડ ગામે કોપર પ્લાન્ટ ન આવે તે માટે મીંટીગ યોજાઇ….

ફરી કોપર પ્લાન્ટ શરૂ થવાના સમાચારથી વિરોધનો વંટોળ સર્જાયો,

અમરેલી જીલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાની હદમાં કોપર અને ખાતર પ્રોજેક્ટ સામે વિરોધનો વંટોળની શુભ શરુઆત થઈ ગઈ છે. ત્યારે રાજુલાના વડ ગામેથી કોપર પ્લાન્ટ ન આવે તેના વિરોધ માટેની મિટિંગનુ આયોજન કરવામા આવ્યું હતું. આ મીંટીગમા મોટી સંખ્યામાં આસપાસના ગામના ખેડુતો, લોકો અને કિસાન સંઘના પ્રમુખ અને પ્રદેશ કિસાન સંઘના આગેવાનો મીંટીગમા ઉપસ્થિત રહ્યાં હતાં અને આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયારીઓ કરી હતી. આ કોપર પ્લાન્ટ શરૂ થવાના સમાચારને લઈ રાજુલા જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, કાગવદર, મીઠાપુર, સરોવડા,કંથારીયા, ખાલસા કંથારિયા, બાલાનીવાવ, વાંઢ,વઢેરા ,લોઠપુર, લુણસાપુર, કોવાયા, રામપરા-૨, ભેરાઇ ,બાબરકોટ ,ભાચાદર, ઉચૈયા, છતડિયા સહિતના અનેક ગામમાં ફરી કોપર પ્લાન્ટ બનાવવાને લઈ વિરોધનો વંટોળ સર્જાયો છે. મેસર્સ ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા કોપર અને ફર્ટીલાઇઝરના બે પ્લાન્ટની આગામી તા. 13 મી માર્ચે યોજાનારા પર્યાવરણીય હિયરીંગમાં વિરોધ કરવા માટેની  તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ જમીન કોપર પ્લાન્ટે શિપયાર્ડને વેચાતી આપી હતી તેમ છતા આજની તારીખે સાત બારમાં કોપર પ્લાન્ટનો દાખલો નીકળે છે. કારણ કે હેતુફેર થયેલી હતી જેથી શીપયાર્ડે પણ આ જમીનમાં ૨૦ વર્ષથી કાંઈ કર્યું નથી માત્ર કોપર પ્લાન્ટને નામે જમીન બોલે છે. ગત વર્ષે આ કંપની રાજુલા થી ૧૫ કિલોમીટર નિંગાળા ગામે આવવાની હતી પરંતુ જે તે વખતે આજુબાજુના ગ્રામજનોનો વિરોધને લઇ નિંગાળા ગામે પણ મુલતવી રાખી હતી. ત્યારે હવે લોઠપુર-લુણસાપુર ગામ પાસે આ કંપની આવી છે. અને તેની ખેડૂતોને ગંધ પણ ન આવી કારણ કે એવો પ્રચાર ચાલતો હતો કે અહી સિમેન્ટ કે અન્ય પ્લાન્ટ આવે છે. આ માટે જમીન ખરીદનારા પણ સ્થાનિક રાખેલા હોવાથી ગમે તે ભાવે જમીન ૨ થી ૫ લાખ રૂપિયા ના વીઘામાં લેવાઈ હોવાનું જાણવા મળેલ છે. આજુબાજુના વાંઢ, નાગેશ્રી કાગવદર મીઠાપર, સરોવરડા, કોળી કંથારીયા, બાલાનીવાવ, વાંઢ, લુણસાપુર, કોવાયા  સહિત આઠ ગામમાં કંપનીના વિરોધનો શરૂ થયો છે…..

આગામી 13 મી તારીખે પબ્લિક હીયરીંગ હોવાથી ખેડૂતો પણ વિરોધ દર્શાવવા જશે તેવું ખેડૂતોમાં ગણગણાટ અત્યારથીજ શરૂ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ આવી નહિ તેના સંદર્ભે વડ ગામે મીંટીગ યોજાઇ હતી. જેમાં આગામી દિવસોમાં આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. સાથોસાથ રાજુલા-જાફરાબાદના તમામ અસરગ્રસ્ત ગામોને જોડાવવા ગામે ગામ મીટીંગો યોજવામાં આવશે. આ મિટિંગમાં કોપર પ્લાન્ટ વિશે માહિતી આપતા જણાવેલ કે, અગાઉ આવો પ્લાન્ટ તમિલનાડુંમાં હતો ત્યાં ચામડીના રોગો અને બીજા રોગો ખુબજ વધી ગયેલા જેના કારણે લોકોએ જોરદાર વિરોધ કરેલ અને આ વિરોધ પ્રદર્શનમાં ઘણા લોકોના મૃત્યુ પણ થયેલ હતાં. જેથી ખૂબ મોટો હોબાળો થતાં આ પ્લાન્ટને બંધ કરેલ હતો આવા ભયંકર પ્લાન્ટ ને માનવ વસ્તી અને બાગાયતી ખેતી માટે ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાપવા સામે વિરોધ વંટોળ ઊભો થયેલ છે. અને આ આંદોલનમાં કિસાન સંઘ લડત આપશે તેવું સૌએ જણાવેલ હતું. આ તકે કિસાન સંધના વિક્રમભાઈ ધાખડા, ધીરૂભાઇ ધાખડા, જયદીપભાઇ ધાખડા સહિત આસપાસના ખેડૂતો, આગેવાનો-અગ્રણીઓ હાજર રહ્યાં હતાં….

 

 

Show More
Back to top button
error: Content is protected !!