
કેન્દ્ર સરકારે નવી ઈવી પોલિસી જાહેર કર્યા પછી એવું મનાતું હતું કે, ટેસ્લા ટૂંક સમયમાં જ ભારતમાં પ્લાન્ટ શરૂ કરશે. જો કે હવે ટેસ્લાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘હાલ પૂરતું ટેસ્લા તેના વર્તમાન પ્લાન્ટમાં જ સામાન્ય લોકોને પરવડે તેવી કિંમતે ઈ વિહકલનુ ઉત્પાદન કરશે.’ આ નિર્ણય પછી કંપની નજીકના આવનારા સમય માં ભારત અને મેક્સિકોમાં નવા પ્લાન્ટમાં રોકાણ કરે તેવી શક્યતાઓ ધૂંધળી થઈ ગઈ છે.






