Uncategorized

રાજુલાના કોટડી ગામે કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ.

પધારેલા આગેવાનોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું

રાજુલાના કોટડી ગામે કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ..

રાજુલા તાલુકાના કોટડી ગામે આહીર સમાજ વાડી ખાતે કોગ્રેસની કારોબારી મીટીંગનુ આયોજન કરવામા આવ્યું હતું…પધારેલા આગેવાનોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. આ કારોબારી મિટીંગમાં આગામી લોક સભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા-વિચારણાઓ કરવામા આવી તેમજ કાર્યકર્તાઓ સાથે સ્નેહ સંવાદ અને સંગઠનને મજબૂત બનાવા માટે હાકલ કરાઇ હતી.દેશમા મંદી, મોંઘવારી, બેરોજગારીને લઇ ભાજપ પર આકરા પ્રહાર કરવામા આવ્યાં હતાં. આ કારોબારી મિટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઇ ડેર, જીલ્લા કોગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ દુધાત, પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગેવાન સંજયસિંહ સરવૈયા, ટીકુભાઇ વરૂ, પ્રવિણભાઇ બારૈયા, રાજુલા વિધાનસભા યુથ કોગ્રેસ પ્રમુખ અજયભાઇ શીયાળ, તાલુકા પ્રમુખ ગાંગાભાઇ હડીયા, જીલ્લા પંચાયત સદસ્ય જે.ડી.કાછડ, ગાંડાભાઇ લાખણોત્રા, હિતેશભાઇ સોલંકી તેમજ રાજુલા-જાફરાબાદ શહેર તથા તાલુકાના કોગ્રેસ આગેવાનો-અગ્રણીઓ, પત્રકાર મિત્રો, સરપંચો, જીલ્લા પંચાયત સદસ્યો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમ્રગ કાર્યક્રમનુ સંચાલન ભુપતભાઈ બલદાણીયા દ્વારા કરવામા આવ્યું હતું…..

 

 

વીરજી શિયાળ

અમરેલી

Show More
Back to top button
error: Content is protected !!