Uncategorizedगुजरातदाहोद

સંજેલી મા આદિવાસી સમાજ સુધારણા માટે મીટીંગ યોજાઇ હતી.

બ્રેકિંગ ન્યુઝ સંજેલી

*દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત એ આદિવાસી સમાજના કુરિવાજોને સુધારવા માટે સંજેલી માર્કેટ યાર્ડ મા મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ*

સંજેલી તારીખ, 08/02/2024 ના રોજ સંજેલી માર્કેટ યાર્ડ મા ગ્રુપ ગ્રામ પંચાયત સંજેલી દ્વારા સમાજ સુધારા માટે મીટીંગ કરવમાં આવી હતી જેમાં સંજેલી તાલુકા ના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત સંજેલી ના સરપંચ શ્રી મનાભાઈ ચારેલ.અને માજી સરપંચ શ્રી કિરણભાઈ રાવત, ડે. સરપંચ દિનેશભાઇ ચારેલ. સબુરભાઈ તાવીયાડ. અને ફતેપુરા થી આગેવાન શ્રી સરદારભાઈ મછાર. તેમજ ગામ ના અન્ય આગેવાનો વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને ગ્રામ જનોની હાજરીમાં નિર્ણય લેવામાં આવિયો દાહોદ જિલ્લો આદીવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે સંજેલી તાલુકાના વિસ્તારમા કુરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અને દેખા દેખીમાં મોજ શોખ કરવાથી દેવુ વધી રહ્યુ છે એટલે આ કુરિવાજો ને અંકુશમાં લાવવા માટે ગામે ગામ મિટિંગો થય રહી છે જેને લઇને સંજેલી ખાતે આદિવાસી સમાજના કુરિવાજોના ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામ જનો અને આગેવાનો હાજર રહી બધાની વચ્ચે 7 જેટલા ઠરાવો કરવામા આવ્યા
સંજેલી માં ડીજે પ્રથા સદંતર બંધ રાખવુ અને સાદુ વાજીંત્ર વગાડવું

સંજેલી ગામે દીકરી દીકરાના લગ્ન માં દહેજ પેટે રોકડ રકમ તેમજ દાગીના 500 ગ્રામ ચાંદી ,3 તોલા સોનું અને રોકડ રકમ 1,51000 રુપિયા લેવડ દેવડ કરવાનું નક્કી કરેલ છે

લગન પ્રસંગ મા થતા અન્ય ખર્ચ માટે સમાજના બેઠકના 3000 રુપિયા લેવાના નક્કી કરેલ છે

લગ્નનામાં ભાંગજેડ કરનારના 3000/. કન્યા પક્ષના અને 2500 વર પક્ષના કુલ 5500/. ભાંગજેડ ના

લગન પ્રસંગ મા સાદુ ભોજન દાળ ભાત અને અને એક મીઠી વાનગી બનાવવી

લગ્નમાં દીકરીના કન્યાદાનમાં રસોડા પુરતું સામાન આપવુ બાકી રોકડ રકમ આપી શકાશે

દીકરો દીકરી એકજ સમાજમાં ગામમા ને ગામમા ભાગી જાય તો 51000 રુપિયા દંડ ફટકારવામા આવસે

જેવા ઠરાવો કરવામા આવ્યા અને પોકાર પાડીને ગ્રામ જનો ને સમજાવ્યા હતા..

*રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી*
વંદે ભારત લાઇવ ટીવી ડિજિટલ મીડિયા

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!