Uncategorizedअन्य खबरेगुजरातताज़ा ख़बरें

હારીજના વેપારીને ત્રણ શખ્સોએ વિશ્વાસમાં લઈ રૂપિયા 10 લાખ 82,200 નું ચિટિંગ કરતા પોલીસ ફરિયાદ*

પાટણ હારીજ

*હારીજના વેપારીને ત્રણ શખ્સોએ વિશ્વાસમાં લઈ રૂપિયા 10 લાખ 82,200 નું ચિટિંગ કરતા પોલીસ ફરિયાદ*

પાટણ જિલ્લાના હારીજ ખાતે રહેતા જીતેન્દ્રકુમાર કાનજીભાઈ મનસુખભાઈ પટેલને ત્રણ શખ્સોએ બટાકા ના ધંધામાં ભાગીદારી કરી અને વિશ્વાસ કેળવી ચિટિંગ કર્યા હોવાની ઘટના બની છે.બટાકાના વ્યવસાયમાં  ભાગીદારી  કરી રૂપિયા 10 લાખ 82,200 રૂપિયાનુ ચીટીંગ કરી અને પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકી અપાતા હારીજ ના વેપારીએ ત્રણ શખ્સો ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી  હોવાની વિગતો જાણવા મળી હતી.જેમાં આરોપી તુષારભાઈ પન્નાલાલ પટેલ ભાગ્ય અરવિંદકુમાર પટેલ જશવંતસિંહ વાઘેલા સહિત ત્રણ શખ્સો સામે હારીજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને પોલીસે ફરિયાદનાં આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Show More
Back to top button
error: Content is protected !!