गुजरात

પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય – કઠલાલની ધો.9 અને ધો.11 માટેની પ્રવેશ પરીક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ સૂચના

પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય – કઠલાલની ધો.9 અને ધો.11 માટેની પ્રવેશ પરીક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ સૂચના.

ખેડા જિલ્લાના – કઠલાલ ખાતે આવેલ પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. 9 અને 11 માં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા.10/02/ 2024 ને શનિવારના રોજ સવારે 10:30 કલાકથી અત્રે લેવાનાર છે.
આ પ્રવેશ પરીક્ષા પુર્વ સંબંધિત વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ પત્રો કઢાવી લેવાના રહેશે. પ્રવેશ પત્રો www.navodaya.gov.in વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.આ વર્ષે ધો.9 ની પ્રવેશ પરીક્ષામાં 390 અને ધો 11 ની પ્રવેશ પરીક્ષામાં 17 બાળકો બેસનાર છે.
અતઃ સંબંધિત વિદ્યાર્થીઓએ પ્રવેશપત્ર સાથે જવાહર નવોદય વિદ્યાલય માં દર્શાવેલ તારીખે અને સમયે અચૂક હાજરી આપવી.

Show More
Back to top button
error: Content is protected !!