क्राइमगुजरातताज़ा ख़बरेंसूरत

અઠવા પોલીસે બેને પકડ્યા

એમડી ડ્રગ્સ સાથે પોલિસે બેને ઝડપી પાડયા

સુરતમાંથી 10 લાખનું એમડી ડ્રગ્સ અઠવા પોલીસે પકડી પાડ્યું હતું. તેમાં સરદાર સ્મૃતિ ભવનની સામે કદમપલ્લીથી કાદરશાની નાળ પાસે બે યુવકો પાસે દસ લાખનું એમડી ડ્રગ્સ હોવાની પોલિસને બાતમી મળી હતી. પોલિસે વોચ ગોઠવતા યુવકો પાસે થી સો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતુ કે, બે યુવકો અઠવા વિસ્તાર ની કાદરશાની નાળ પાસે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવતા હોવાની બાતમીના આધારે પોલીસે બિંદુકુમાર સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની ધરપકડ કરી લીધી હતી. બિન્દુકુમાર સુબોધ વડોદ ગામમાં રહેતો હતો અને તેણે ગણેશનગર માં રહેતાં જીતેશ ઉર્ફે પંડિત પાસેથી ડ્રગ્સ લાવ્યા હતાં. જીતેશ દ્વારા સબોધને કહેવામાં આવ્યું હતું કે કાદરશાની નાળ પાસે તમે ડ્રગ્સ લઈને પહોંચો ત્યારબાદ હું કહું તેને ડ્રગ્સ આપી દેજો. બન્ને આરોપી ઝડપાયા બાદ સરકારી પંચો અને FSL ની ટીમને બોલાવવામાં આવી હતી.FSL ની ટીમ દ્વારા તપાસ કરતા એમડી ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી હતી. પોલિસે બે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Show More
Back to top button
error: Content is protected !!