
સુરત રેલ્વે સ્ટેશન પાસે થી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે સ્ટેશન પર સિનિયર સિટીઝન અને દિયાંગો માટે બેટરી ઓપ્રેટેડ કાર ની સવલત છે. તેને ચલાવવા માટે એક એજન્સી ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એજન્સીનો રેગ્યુલર ડ્રાઈવર રાહુલ હતો. આ કારનો હોર્ન ખરાબ થઈ ગયો હોવાથી રાહુલ પ્લેટફોર્મ નંબર એક પર બેસીને હોર્ન રિપેર કરી રહ્યો હતો. તે દરમિયાન બીજો ડ્રાઈવર અરુણ ચંદેલે બેટરી ઓપરેટેડ કાર શરૂ કરી દીધી હતી અને જોરમાં એકસિલેટર્ દબાવી દેતા કારની સ્પીડ વધી જતા તેના પર તેનો કાબુ રહ્યો ન હતો અને કાર આગળ સુતેલા અજાણ્યા યુવક પર ચઢી ગઈ હતી. તેના કારણે 45 વર્ષીય અજાણ્યા નુ સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ બનતા પ્લેટફોર્મ પર અફરા તફરી નો માહોલ બની ગયો હતો.







