Site icon Bhoomika Bharat News

વડોદરા મા બે ભાઈના પરિવારમાંથી માત્ર બાળકી જ બચી:

વડોદરા બેકિંગ ન્યુઝ
બે ભાઈના પરિવારમાંથી માત્ર બાળકી જ બચી: વડોદરા નેશનલ હાઇવે પર કાર કન્ટેનર પાછળ ઘૂસી; 1 વર્ષના માસૂમ સહિત એક પરિવારના પાંચ સભ્યનાં ઘટનાસ્થળે જ મોત

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર મોડી રાત્રે અતિ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે. બે ભાઈ, બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં સન્નાટો છવાઈ

ગયો છે.

Exit mobile version