
આજનાં આ કાર્યક્રમના યજમાન તરીકે પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ નડીઆદનાં આચાર્ય ડો. યોગેશ જૈન દ્વારા સ્વાગત પ્રવચન કરીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદનાં પેરા લીગલ વોલન્ટીયર શ્રી. આર. આર. સોલંકી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં કાર્યક્રમનાં અધ્યક્ષ એવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ શ્રી. ડી બી. જોષી દ્વારા “WORLD DAY SOCIAL JUSTICE – વિશ્વ સામાજીક ન્યાય દીન” ઉજવણીનો હેતુ, બાળકો – મહિલાઓને લગતા કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપીને સૌ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
આજનાં આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ નડીઆદનાં વહીવટી અધિકારી શ્રી. નિમિષ પુરાણીનાં માર્ગદર્શન હેઠળ શાળાના ઇવેન્ટ કો- ઓર્ડીનેટર જયેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ, જેમાં મહિલા શાળાનાં શિક્ષકગણ તથા વિધાર્થીઓ સહિત કુલ-૧૪0 વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
