Site icon Bhoomika Bharat News

વહીવટદાર શ્રી આ બાબતે તાત્કાલિક સ્થળ પર આવી નિરિક્ષણ કરી જરૂરી સુચના આપી

બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

 

સંતરામપુર નગરમાં આવેલ મેઈન બજાર વિસ્તાર ના એક ધાર્મિક સ્થળ મોટી મસ્જિદ પાસે અવાર નવાર ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો દ્વારા નગર પાલિકા પ્રત્યે ભારે રોષ

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર નગરમાં આવેલ મેઈન બજાર વિસ્તાર ના એક ધાર્મિક સ્થળ મોટી મસ્જિદ પાસે અવાર નવાર ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો દ્વારા નગર પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે. જેમાં વધુમા સુત્રો થી જાણવા મળેલ છે કે આ એક ધાર્મિક સ્થળ પાસે અવર નવર ગટરો ઉભરાય છે. અને તેની રજુઆતો સંતરામપુર નગર પાલિકાના અધિકારીઓ ને તથા પધઅધિકારીઓ ને અવર નવર રજુઆતો કરવા છતાં કઈપણ જાતનું ધ્યાન રાખવામાં વહીવટી તંત્ર દ્રારા રાખવામાં આવતું નથી. જેથી સંતરામપુર નગર પાલિકા આ સમસ્યા હલ કરવામાં માં દિન પ્રતિદિન નિસ્ફળ જોવા મળે છે.

જેથી આ બાબતે સંતરામપુર નગર પાલિકા ચીફ ઓફીસર ને સંતરામપુર વહીવટદાર શ્રી આ બાબતે તાત્કાલિક સ્થળ પર આવી નિરિક્ષણ કરી જરૂરી સુચના આપી કાયમી હલ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અને જવાબદાર કર્મીઓ સામે પણ કડક એક્શન લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

જુવો આગલા અંકમાં

 

રિપોર્ટર:- વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version