Site icon Bhoomika Bharat News

કપડવંજ તાલુકા ભાજપ લઘુમતી મોરચા ની બેઠક યોજાઇ

કપડવંજ તાલુકા લઘુમતી મોરચા તથા કપડવંજ શહેર લઘુમતી મોરચા ની સંયુક્ત એક મીટીંગ કપડવંજ કડીયા પંચ ના હોલ ખાતે યોજાઈ. આ મીટીંગ મા ખેડા જિલ્લા લઘુમતી મોરચા ના મહામંત્રી સોહીલ મલેક ઉપસ્થિત રહ્યા. સ્વાગત પ્રવચન શાહીદ સૈયદ(પ્રમુખ કપડવંજ તાલુકા લઘુમતી મોરચો) કયું. સાહીદ સૈયદે તેમના પ્રવચન મા સરકારી યોજના ના લાભાર્થી ઓનો સંપકૅ કરવા કહ્યું અને સરકાર ની યોજના ઓનો છેવાડા સુધી પહોંચે એ કામે લાગી જવા કહ્યું. સોહીલ મલેક પાટી ના આગામી કાયૅકમો વિષે માહિતી આપી. લઘુમતી સમાજ ના યુવાનો, વડિલો વધારે મા વધારે લોકો ભાજપ મા જોડાય તે માટે કહેવામાં આવ્યું. જાબીર ભાઈ(ઉપપ્રમુખ ખેડા જિલ્લા લઘુમતી મોરચો) એ પણ પ્રોગ્રામ અનુરૂપ પ્રવચન કર્યું આ મીટીંગ મા મોટી સંખ્યામાં કપડવંજ શહેર/તાલુકા ના હોદેદારો, કાયૅકતા ઉપસ્થિત રહ્યા.મીટીંગ ના અંત મા કાલુભાઈ સૈયદે (પ્રમુખ કપડવંજ શહેર લઘુમતી મોરચા) આભાર વિધિ કરી.

Exit mobile version