Site icon Bhoomika Bharat News

આર્ટસ & કોમર્સ કોલેજ દ્વારા વેલવડ ખાતે એન.એસ.એસ વાર્ષિક શિબિર યોજવામાં આવી

કાંકણપુર આર્ટસ & કોમર્સ કોલેજ દ્વારા વેલવડ ખાતે એન.એસ.એસ વાર્ષિક શિબિર યોજવામાં આવી

શ્રી જે. એલ. કે. કોટેચા આર્ટ્સ & શ્રીમતિ એસ. એચ. ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુરના N.S.S. વિભાગ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન વેલવડ તા. ગોધરા મુકામે રાખવામાં આવેલ છે. જેનું ઉદ્ઘાટન જિલ્લા સદસ્ય -ન્યાય સમિતિના ચેરમેન મણિબેન પરમારના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન ના વિશેષ અતિથિ ગામના સરપંચ, કોલેજના આચાર્ય ડો.જગદીશ પેટેલ અને અન્ય અધ્યાપકઓ, શાળાના આચાર્ય અને સ્ટાફ , શાળાના બાળકો તેમજ વિશિષ્ટ મહેમાનઓમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના N.S.S. વિભાગના કોર્ડીંનેટર શ્રી ડૉ. મયંકભાઈ શાહ અને SGGU ના એકેડેમિક સદસ્ય ડૉ.મહેશભાઈ રાઠવા ઉપસ્થિત રહયા હતા.આ ઉપરાંત ગામના અગ્રણીઓ તેમજ NSS ના શિબિરઆર્થી ઓની હાજરીમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. દીપ પ્રજ્જલિત કરીને સર્વે મહેમાનઓનું બુકે થી સ્વાગત કરવામાં આવ્યું હતુ. કોલેજના આચાર્ય જે.પી. પટેલએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહેશભાઇ રાઠવાએ NSS ની ભૂમિકા વિશે માહિતી રજૂ કરી હતી. મયંકભાઈ શાહે NSS નું કાર્ય, પ્રવૃત્તિઓ, જરૂરિયાત અને ઉપયોગીતા વિશે તેમની રમુજી ભાષામાં ખુબજ સરસ માહિતી પ્રસ્તુત કરી હતી. વેલવડ શાળા ના આચાર્ય વતી શાળાના આ.શિ. રમેશભાઈ ડામોરે ઉદ્દઘાટન પ્રસંગ ની આભરવિધિ કરી હતી. આ ઉદ્દઘાટન પ્રસંગનું આયોજન કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. સાબતસિંહ એલ.પટેલે કયું હતું.

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version