Site icon Bhoomika Bharat News

સુરેન્દ્રનગર આપ આગેવાનો-કાર્યકરોએ ગોપાલ ઇટાલીયાની જીતને વધાવી

વિસાવદર અને કડી બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે વિસાવદર બેઠક ઉપરથી ગોપાલ ઇટાલીયા કે જે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતા તે ભવ્ય બહુમતી સાથે જીત્યા છે.

ત્યારે ગુજરાતમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય વિધાનસભામાં પહોંચ્યા છે જેને લઇને આ બાદમી પાર્ટી સુરેન્દ્રનગર દ્વારા અને પ્રદેશના નેતાઓ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરનો જે મેગામોલ આવેલો છે ત્યાં મીઠાઈઓ વેચવામાં આવી છે અને ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે..

વિસાવદરની જનતાનો આપ કાર્યકરોએ માન્યો આભાર છે ખાસ કરીને જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપ એ તમામ પોતાના આગેવાનો નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ત્યાં મોકલી આપ્યા હતા અને પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો તે છતાં પણ ગોપાલ ઇટાલીયા છે તે બહુમતી સાથે જીત્યા છે જેને ઉજવણી છે.

તે સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર શહેરના મેગા મોલ ખાતે ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજુભાઈ કરપડા યુસુફ મેતર સતીશ ગમારા રંજનબેન પટેલ અજીતભાઈ કમલેશ કોટેચા વિશાલભાઈ સહિતના જે આગેવાનો છે તેમના દ્વારા અને આપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા છે.

મીઠાઈઓ ખવડાવી અને વિધાનસભામાં વધુ એક આપનો ધારાસભ્ય પહોંચવાનો છે ત્યારે લોકોના પ્રશ્ર્ન વિધાનસભાના દ્વારથી મજબૂત રીતે સરકાર સમક્ષ પહોંચાડશે અને તેનો ફાયદો જનતાને થશે તેવું પણ નિવેદન આપના નેતાઓ દ્વારા આપવામાં આવ્યું છે.

[contact-form to=”dipendrasinhjadeja9999@gimail.com” subject=”JADEJA”][contact-field label=”Namejadeja” type=”name” required=”1″][contact-field label=”Email” type=”email” required=”1″][contact-field label=”Website” type=”url”][contact-field label=”Message” type=”textarea”][/contact-form]
Exit mobile version