Site icon Bhoomika Bharat News

સુરેન્દ્રનગર જીલ્લાનું ઘુડખર અભયારણ્ય આગામી તા.15મી ઓકટોબર સુધી બંધ રહેશે

કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે.

હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.આ રણની અંદર ઠંડીની ઋતુમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનો મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિએડ હોય છે. માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્ય ને બંધ કરવામાં આવે છે.છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે..

ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની 12,000 થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે પ્રવાસીઓના આવવાથી આ અભયારણ્ય ને 23 લાખ જેટલી આવક થઈ છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ચાલુ વર્ષે જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓ નો પણ સમાવેશ થાય છે.

દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. દર પાંચ વર્ષે ઘુડખર ની ગણતરી કરવામાં આવે છે છેલ્લે 2023-2024 માં થયેલ ગણતરી મુજબ હાલ ઘુડખર ની સંખ્યા 7672 જેટલી છે. આજથી આ અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે .

જે આગામી 16 ઓક્ટોબર ના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે ઉલ્લેખનિય છે કે વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તાર માં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓ ને મળે તે માટે તંત્ર દ્વારા નિ:શુલ્ક શિબિર પણ કરવામાં આવે છે.
Exit mobile version