Site icon Bhoomika Bharat News

સુરત, વરાછાની ભંડેરી ગ્રીનલેબ ડાયમંડ કંપનીએ પગાર નહી ચૂકવતાં હોબાળો

સુરતઃ વરાછારોડ ઉમિયાધામ રોડ પર આવેલી ભંડેરી ગ્રિનલેબ ડાયમન્ડસ દ્વારા 600 કારીગરો ને 3મહિનાથી પગાર નહી ચૂકવતા કારીગરોએ આજે રોષે ભરાઈ કંપનીના કાચ તોડી નાખ્યાં હતાં. રત્નકલાકારો રોષ વધે તે પહેલાં કંપનીએ વરાછા પોલીસને બોલાવી રત્નકલાકારોને વિખેર્યા હતાં. વરાછા પોલિસે જણાવ્યુ હતું કે, ભંડેરી ગ્રીનલેબ્ ડાયમંડસ માં કારીગરો દેખાવ કરી તોડફોડ કરી રહ્યા હોવાનો કોલ મળતા પોલીસ ગઇ હતી પણ રત્નકલાકારો કે, કંપનીમાંથી કોઈએ ફરિયાદ નથી નોંધાવી. અંદાજે 600 થી વધુ રત્નકલાકારો ને છેલ્લાં ત્રણ મહિના નો પગાર નહી મળતા કારીગરો હડતાળ પર ઉતર્યા છે. કહેવાય છે કે એક સમયે વિખ્યાત સાળંગપુર હનુમાન મંદિરના ભગવાનનો ડાયમંડ નો મુંગટ ભંડેરી ડાયમંડ એ બનાવ્યો હતો. તો આટલું મોટુ દાન કરનાર ને પગાર ચુકવવા માટે તેની પાસે પૈસા નહી હોય.

Exit mobile version