Site icon Bhoomika Bharat News

પાટણ જિલ્લાના હારીજ કુરેજા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર મહિલાએ ઝંપલાવ્યુ

 

હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું, સ્થાનિક તરવૈયાઓએ મહિલાની શોધખોળ હાથ ધરી: હારીજની કુરેજા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર મહિલાએ કેનાલ માં ઝપલાવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,તો કેનાલ મા છલાંગ લગાવનાર મહિલાને શોધવા તજવીજ હાથ ધરી છે. પાટણ જિલ્લાના હારીજ કુરેજા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર કુણઘેર ગામની મહિલાએ શનિવારના રોજ ઝંપલાવ્યુ હોય જે બાબતની પરિવારજનો સહિત સ્થાનિક લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તો કેનાલ મા છલાંગ લગાવનાર મહિલાને શોધવા સ્થાનિક તરવૈયાઓએ પ્રયાસ હાથ ધયૉ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ મહિલા કુણધેર ગામની 22 વર્ષીય નેહલ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે, બનાવ ના પગલે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version