Site icon Bhoomika Bharat News

લિફ્ટમાં માથું ફસાઈ જતા મોત

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મુળ ઓરિસ્સા ગંજામ નો વતની અને હાલ વેડરોડ ખાતે રહેમત નગરમાં રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ ઉ. વ.14 વતનમાં ધોરણ સાતમા અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશન દરમિયાન રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો. તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટ માં રહેતાં તેમના સંબંધી નાં ઘરે ગયો હતો. દરમિયાન ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટ નાં ગ્રાઉન્ડ ફ્લોર થી લિફ્ટ માં સાતમાં માળે જઈ રહ્યો હતો. ત્યારે વચ્ચે લીફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version