Site icon Bhoomika Bharat News

રાજુલાની મહિલા કોલેજનું તૃતીય વર્ષ બીએનું ઉજ્જવળ પરીણામ.

રાજુલાની મહિલા કોલેજનું તૃતીય વર્ષ બીએનું ઉજ્જવળ પરીણામ..

રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજનું તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ તૃતીય વર્ષ બીએ ના તમામ વિદ્યાર્થિની બહેનોએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે. જેમા પ્રથમ ક્રમાંકે શીતલ બેન ભોપાભાઈ હડીયા ૮૩.૮૬ ટકા, દ્વિતીય ક્રમાંકે રાધિકાબેન મનસુખભાઇ ડોબરીયા ૮૩ .૭૧ ટકા, તૃતીય ક્રમાંકે તેજલબેન કાનાભાઇ કવાડ ૮૩.૫૭ ટકા સાથે ઉચ્ચ સિદ્ધિ મેળવેલ છે. અને ૭૭ બહેનોને ડિસ્ટીન્ક શનપ્રાપ્ત કરેલ છે. તેમજ ૩૯ બહેનોએ હાયર ફર્સ્ટ ક્લાસ સાથે ઉતીર્ણ થયેલ છે. આ તમામ વિદ્યાર્થી બહેનોને કોલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઇ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશભાઇ વાજા, પ્રિન્સિપાલ ડો.રીટાબેન રાવળ તેમજ સ્ટાફગણ દ્વારા ઉતરોતર પ્રગતિ સાથે શુભકામનાઓ પાઠવી

Exit mobile version