ઉત્તર પ્રદેશના ઉન્નાવ-હરદોઈ પર એક ફુલ સ્પીડે આવેલી ટ્રકે મીની બસને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 20 લોકોને તુરંત હોસ્પિટલ ખસેડાયા છે. મળતા અહેવાલો મુજબ ટ્રકે બસને જમણી બાજુએ ટક્કર માર્યા બાદ બસના એક તરફની ચીથરા ઉડી ગયા છે. અકસ્માતમાં ડ્રાઈવરનું પણ મોત થયું છે.
ડ્રાઈવરોની ભુલના કારણે સર્જાયો અકસ્માત
