પાટણ જિલ્લામાં
*રાધનપુરના મોટી પીપળી પાસે લક્ઝરી બસ અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત..નશાની હાલતમાં લક્ઝરી બસનો ડ્રાઈવર જણાઈ આવ્યો*
રાધનપુર તાલુકાના મોટી પીપળી પાસે લક્ઝરી બસ અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો..
નેશનલ હાઇવે 27 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત…પિકઅપ ડાલા ને પાછળ થી લક્ઝરી બસએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો…
રાધનપુર વારાહી હાઇવે પરની ઘટના..મોટી પીપળી નજીક લક્ઝરી બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોઈ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલ પિકઅપ ગાડીને ટક્કર મારતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો…
લક્ઝરી બસની ટક્કર વાગતા પિકઅપ ગાડી પલટી ખાઈ રોડની નીચે ઉતરી… તો અકસ્માતમાં..સદનસીબે જાનહાની ટળી… પરંતુ નશાની હાલતમાં લક્ઝરી બસનો ડ્રાઈવર જણાઈ આવ્યો હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે… ત્યારે ચોક્કસ પણે આવા ડ્રાઇવરો પર રોક ક્યારે લગાવવામાં આવશે તેવા અનેક સવાલો લોક મૂકે ચર્ચાય રહ્યા છે…
ઘટનામાં વાહન ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી…તો મોટી જાનહાનિ ટળી છે..પરંતુ ઘટના બાદ ખાનગી લકઝરી ડ્રાઈવર નશાની હાલતમાં હોય નાસી છૂટ્યો હતો.
લક્ઝરી બસ અને પિકઅપ ગાડી માં ડ્રાઇવર ચાલકનો આબાદ બચાવ, લક્ઝરી બસ ડ્રાયવરને સામાન્ય ઈજાઓ પહોંચતા રાહત નાં સમાચાર..
ઘટના સ્થળે દોડી આવેલ લોકોના જણાવ્યા અનુસાર લકઝરી બસ ડ્રાઈવર નશાની હાલતમાં જણાઈ આવ્યો… ત્યારે હાઇવે પર વાહનોમાં ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળતા અનેક સવાલો…
સદનસીબે જોકે..લક્ઝરી બસમાં કોઈ મુસાફરો સવાર નહોતા જેને લઇને રાહત નાં સમાચાર સામે આવ્યા છે…પરંતુ નશાની હાલતમાં લક્ઝરી બસનો ડ્રાઈવર ચોક્કસ જણાઈ આવ્યો છે..
ત્યારે આવા સમયે જો મુસાફરો સવાર હોત અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ..!! વગેરે સવાલો પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે
