Site icon Bhoomika Bharat News

પાટણ…. ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી પરીવાર દ્વારા 108 હનુમાન ચાલીસા ના પાઠનું પઠન કરવામાં આવ્યું

પાટણ….

ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી પરીવાર દ્વારા 108 હનુમાન ચાલીસા ના પાઠનું પઠન કરવામાં આવ્યું

ભારતીય સંસ્કૃતિને જાગૃત કરવા આપણા વતન ભારત અને આફ્રિકામાં જન્મેલા ડો. મણિલાલ દયા સિડની મિંટો, ખાતે આવેલ શિવ મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તે 108 હનુમાન ચાલીસા ના પાઠ  નું પઠન કરવામાં આવ્યું..

ભારત મૂળના સીડની આજુબાજુ રહેતા કેટલાય સનાતન  લોકો ગુજરાત નાં ગુજરાતી પરિવારો સાથે નેપાળના હિન્દુ સનાતન ધર્મના અનુયાયીઓએ સુંદર રીતે હનુમાન ચાલીસા નું પઠન કર્યું હતું…

108 હનુમાન ચાલીસા ના પાઠ  નું પઠન કરવામાં આવતા દરેક ગુજરાતીઓ એ ધન્યતા અનુભવી હતી.સાથેજ સનાતન ધર્મ પ્રેમી લોકોએ પૂજા પાઠ કરી હનુમાન ચાલીસા નાં ભાવાર્થ ને સમજાવીને પ્રેરણા દાયક ભવ્ય આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી…

જેમાં મુખ્ય આયોજક તરીકે ડોક્ટર મણિલાલ દયા તથા મીરાબેન,હસમુખભાઈ-હંસાબેન, પુણિઁમાબેન મૂતિઁ દ્વારા સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું તો..  વોલંગોંગ થી વિષ્ણુભાઈ સાધુ કે જેઓ મૂળ ગુજરાત ના પાટણ જિલ્લાના રહેવાસી, દીક્ષિતભાઈ વૈષ્ણવ,રમેશભાઈ રાવલ (અમદાવાદ) ખાસ હાજરી આપી હતી.

તદુપરાંત ભરતભાઈ દેવમોરારી તેમજ ડોક્ટરના ધર્મપત્ની ઉર્મિલાબેન કે જેઓ સતત સેવાભાવી કાર્ય સાથે સંકળાયેલા છે તેઓનું મહત્તમ યોગદાન રહ્યું હતું ને ભારતીય સંસ્કૃતિ ને યાદ કરી ઓસ્ટ્રેલિયામાં પણ આવા ધાર્મિક કાર્યો કરવા અગ્રેસર રહી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મંદિર મીંટો મંદિરના ટ્રસ્ટી ડોક્ટર મણીલાલ દયા તેમજ મંદિરના મુખ્ય પંડિત લાલ બહાદુર મિશ્રાજી ની ઉપસ્થિત માં હનુમાન ચાલીસા નાં પાઠ 108 વાર કરવામાં આવ્યા હતા.તેમજ ધર્મ પ્રેમી લોકોએ ભાવ પ્રેમ સાથે હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરી ઉજવણી કરી હતી.

 

 

 

Exit mobile version