Site icon Bhoomika Bharat News

પાટણ જિલ્લામાં બાલાજી ગ્રુપ પાટણ દ્વારા ઠંડા પાણીની પરબ કાર્યરત કરાઇ

પાટણ જિલ્લામાં

બાલાજી ગ્રુપ પાટણ દ્વારા ઠંડા પાણીની પરબ કાર્યરત કરાઇ

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હનુમાન જયંતિ અને મા બહુચરનાં પ્રાગટોત્સવના પવિત્ર દિવસ ચૈત્રી પૂર્ણિમાનાં રોજ બાલાજી ગ્રુપ પાટણ દ્વારા ઘીમટા બજારનાં નાકે ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી હતી.

પાટણ બજારમાં ખરીદી અર્થે આવતી જિલ્લાભરની પ્રજાને કાળઝાળ ગરમીમાં પીવાના ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બને તેવા શુભ ઉદેશથી બાલાજી ગ્રુપ દ્વારા દર ઉનાળામાં આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોએ છે. લોકો પોતાની તરસ છીપાવીને જે હાશકારો અનુભવે છે, એજ પરમાત્માના આશીર્વાદ સમાન છે.

Exit mobile version