Site icon Bhoomika Bharat News

હિન્દુ યંત્રોનાં ચિન્હો પર જુગાર રમાડવાનું રેકેટ ઝડપાયું

કતારગામ બંબાવાડી પાસે એપલ બિલ્ડિંગ ની સામે આવેલી દુકાનમાં એચ. એસ. માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ ની ફ્રેંચાઈજી ની આડમાં યંત્રો ઉપર ઓનલાઈન ચાલતી જુગારની કલબ ઉપર પીસીબી એ દરોડા પાડવામાં આવ્યા હતાં. કતારગામ પોલિસે હિન્દુ યંત્રો નાં ચિન્હો ઉપર ચાલતો લાખ્ખો રૂપિયાનો જુગાર નો સટ્ટો રમાડતા હતાં તે ખુલ્લું પાડ્યું છે. જેમાં રાહુ યંત્ર, શ્રી યંત્ર, વશીકરણ યંત્ર, નક્ષત્ર યંત્ર, વાસ્તુ યંત્ર, સુદર્શન ચક્ર યંત્ર, લવ યંત્ર, પ્લેનેટ યંત્ર, ગ્રહ યંત્ર, મત્સ્ય યંત્ર, તારા યંત્ર આમાંથી કોઈ પણ યંત્ર પર રૂપિયા લગાડી. અને પાંચ મિનિટ પછી તમે જે યંત્ર ધાર્યું હોય તે યંત્ર કમ્પ્યુટર પર ફ્લેશ કરે તો રમનારાઓને દસ થી વીસ ગણા નાણાં સામે આપવામાં આવતા હતા. આ કલબ માં અનેક લોકો રમી રહ્યા હતા. પોલીસ ને માહિતી મળતા રેડ પાડી હતી. પોલિસે કુલ બે લાખ તેત્રીસ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબી એ દસ જુગારીઓ ને પકડી પાડ્યા હતા. કલબ ચલાવનાર સહદેવસિંહ અને યુવરાજ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Exit mobile version